સાઉદી અરબે અરામકો હુમલામાં વપરાયેલી મિસાઇલના અવશેષ રજૂ કર્યા, ઈરાન પર હુમલાનો આરોપ - ગુજરાતી સમાચાર

Breaking

ગુજરાતી સંસ્કૃતિને વિશ્વના દરેક ખૂણામાં પોહ્ચાડવાનો પ્રયાસ.

Latest in Tech

સાઉદી અરબે અરામકો હુમલામાં વપરાયેલી મિસાઇલના અવશેષ રજૂ કર્યા, ઈરાન પર હુમલાનો આરોપ

-હુમલામાં વપરાયેલ મિસાઇલના અવશેષ પ્રેસ સામે રજૂ કરવામાં આવ્યા

ઇન્ટરનેશનલ ડેસ્ક:સાઉદી અરબે દાવો કર્યો છે કે અરામકો કંપની પર ડ્રોનથી થયેલા હુમલા પાછળ ઈરાનનો હાથ છે. આ હુમલાની સાબિતી માટે ડ્રોન અને મિસાઈલના તૂટેલાં અવશેષ પણ મીડિયા સામે રજૂ કરવામાં આવ્યા હતા. આ બાબતે બુધવારે પ્રેસ સમક્ષ સાઉદી રક્ષાવિભાગના પ્રવક્તાએ આ અવશેષો રજૂ કરીને કહ્યું હતું કે અબૈક અને ખુરૈશ વિસ્તારમાં પેટ્રોલ પ્લાન્ટ પર થયેલા હુમલામાં જે પ્રોજેક્ટાઇલ વાપરમાં આવ્યા હતા તેના આ ટૂકડાં છે.
આ બાબતે કર્નલ તુર્કી અલ મલ્કીએ કહ્યું કે આ હથિયારો જોતા લાગે છે કે આ હુમલાની યોજના યમનમાં ન બની હોઇ શકે. આ પ્રકારના ડ્રોન અને ક્રૂઝ મિસાઇલથી થતા હુમલા વિશે રિયાધને પહેલા થયેલા હુમલાઓના અનુભવથી પૂરતી માહિતી છે. મલ્કીએ આ સમયે ઓઇલ રિફાઇનરીના સર્વેલન્સ ફૂટેજ પણ જાહેર કર્યા હતા જેમાં ડ્રોનની મોજૂદગી દેખાતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
અલ મલ્કીએ કહ્યું કે એ વાતની ચોક્કસ માહિતી નથી કે હુમલાની શરુઆત ક્યાંથી થઇ . સરકાર એ બાબતની તપાસ કરી રહી છે કે હુમલાનો લોન્ચ પોઇન્ટ શું હતો. યમનના હૂતી વિદ્રોહીઓએ ડ્રોન મિસાઇલના આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

No comments:

Post a Comment